Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં માતા અને પુત્ર દ્વારા વૃદ્ધ ઉપર તલવાર વડે હુમલો

જામનગરમાં માતા અને પુત્ર દ્વારા વૃદ્ધ ઉપર તલવાર વડે હુમલો

વૃધ્ધના ભત્રીજાની રૂા.8000 ની રોકડ પાંચ દિવસ પહેલાં ગુમ : રોકડ ગુમ કર્યાની શંકા રાખ્યાનો ખાર રાખી ઈંટોના ઘા કર્યા : ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડાયા

- Advertisement -

જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં રહેતાં યુવાનના ઘરમાંથી રોકડ ગુમ થયાના બનાવમાં શંકા રાખ્યાની બાબતનો ખાર રાખી માતા અને પુત્રએ વૃદ્ધ ઉપર તલવાર વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર મેઈન રોડ પરના વિસ્તારમાં રહેતાં ગૌતમભાઈ પાટીલ નામના વૃદ્ધના ભત્રીજા અજયના ઘરમાંથી પાંચ દિવસ પહેલાં રૂા.8000 ની રોકડ રકમ ગુમ થઈ હતી. આ રોકડ ગુમ સંદર્ભે ધનરાજ વાનખેડે નામના શખ્સ વિરૂધ્ધ શંકા હોવાનું જણાયું હતું. આ શંકા રાખ્યાની બાબતનો ખાર રાખી ધનરાજ વાનખેડે અને તેની માતા અંજુબેન વાનખેડે બંનેએ એકસંપ કરી અજયના કાકા ગૌતમભાઈ પાટીલ નામના વૃદ્ધના ઘર ઉપર છૂટા ઇંટોના ઘા કર્યા હતાં તેમજ પગમાં તલવારનો એક ઘા તથા બીજા પગમાં ઉંધી તલવારનો ઘા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કર્યા બાદ નાશી ગયેલા માતા અને પુત્ર વિરૂધ્ધ ઘવાયેલા ગૌતમભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.પી.ચુડાસમા તથા સ્ટાફે માતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular