ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર આહિર સિંહણ ગામ પાસેથી એક મોટરસાયકલ પર જઈ રહેલા જામનગર જિલ્લાના મોડપર તાલુકાના રહીશ નગાભાઈ રાજશીભાઈ ગાગીયા નામના 62 વર્ષના આધેડના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જીજે-10-સીજી-7525 નંબરના એક મોટરસાયકલના ચાલકે અકસ્માત સર્જતા ફરિયાદી નગાભાઈને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં આરોપી મોટરસાયકલ ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.