Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપુત્રવધુ સાથેની બોલાચાલીનું લાગી આવતા વૃધ્ધ સસરાનું અગ્નિસ્નાન

પુત્રવધુ સાથેની બોલાચાલીનું લાગી આવતા વૃધ્ધ સસરાનું અગ્નિસ્નાન

- Advertisement -

ધ્રોલ ગામના ગાયત્રીનગર હુસેની ચોક પાસે રહેતી યુવતી એક વર્ષ પહેલાં તેના પિતરાઇ સાથે ચાલી ગઇ હતી અને પરત ફર્યા બાદ યુવતીને તેના સસરાએ સમજાવા જતાં બંન્ને વચ્ચે બોલાચાલી થતાં મનમાં લાગી

- Advertisement -

આવતા વૃધ્ધ સસરાએ શરીરે પેટ્રોલ છાંટી અગ્નીસ્નાન કરતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ ગામમાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલાં હુસેની ચોકમાં રહેતી ગુલસનબેન શબીર રાઠોડ નામની યુવતી એક વર્ષ પહેલાં તેણીના ફઇના દિકરા અયુબ સાથે ચાલી ગઇ હતી અને ત્યારબાદ સોમવારે ધ્રોલ તેના સાસરે પરત આવતાં યુવતીને તેણીના સસરા જુમાભાઇ રાઠોડ દ્વારા સમજાવા જતાં સસરા અને પુત્ર વધુ સાથે જીભાજોડી અને બોલાચાલી થઇ હતી. જેમાં સસરાનું માન રાખ્યું હતું. જેથી મનમાં લાગી આવતાં સસરા જુમાભાઇ ફકીર મામદ રાઠોડ (ઉ.વ.60) નામના વૃધ્ધે સોમવારે સાંજના સમયે તેના ઘરે શરીર ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાપી અગ્નીસ્નાન કરતા વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર શબીર દ્વારા જાણ કરતાં હેકો. ડી.એ.રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular