જામનગર શહેરના પાણાખાણ વિસ્તારમાં રહેતાં પ્રૌઢે પુત્રીની સગાઈ થઈ ગઈ હોય અને લગ્ન કરવાના બાકી હોવાથી આર્થિક સંકળામણનું મનમાં લાગી આવતા ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પાણાખાણ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રામનિવાસ નાથુરામ રામ (ઉ.વ.55) નામના પ્રૌઢની પુત્રીની હાલમાં જ સગાઈ થઈ હતી અને લગ્ન કરવાના બાકી હતા પરંતુ પ્રૌઢની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે સંકળામણ અનુભવતા હોવાથી મનમાં લાગી આવતા સોમવારે બપોરના સમયે જામનગર નજીક આવેલા 832/67 નંબરના પીલોર પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી મંજીરામ કુંજબીહારી રામના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.