જામનગરમાં અદાલતની લોબીમાં નામચીન શખ્સ અને અન્ય બે શખ્સોએ સીક્કાના એક વૃદ્ધ અને તેમના વકીલને જાહેરમાં ધાકધમકી આપી કોર્ટકેસ પાછો ખેંચવા માટે દબાણ કરવા અંગેની જામનગર સીટી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ, અખ્તર અનવર ચમાડિયાની કોર્ટમાં જામીન અરજી હોય જે જામીન અરજીના કામે સીક્કાના ઈશાકભાઈ ઈબ્રાહિમભાઈ હુંદડા કોર્ટમાં આવ્યા હોય કોર્ટ કાર્યવાહી પૂરી થતા ફરિયાદી ઈશાકભાઈ હુંદડા દ્વારા તથા તેના વકીલ સકીલભાઈ ઓસમાણભાઈ નોયડા કોર્ટ બહાર લોબીમાં જતાં હોય દરમિયાન આરોપીઓ ઉમર ઓસમાણ ચમાડિયા, રજાક સોપારી તથા ઉમ્મરનો નાનો ભાઈ સહિતના ત્રણ શખ્સોએ ફરિયાદી તથા તેમના વકીલને રસ્તામાં રોકી કોર્ટ કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી.આર. ગામેતીએ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.