કાલાવડ તાલુકાના ખરેડી ગામમાંથી પોલીસે જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.52,100 ની રોકડ રકમ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાંથી વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા શખ્સને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી વર્લીનું સાહિત્ય તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખરેડી ગામની સીમ વિસ્તારમાં એક ઓરડીમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સલીમ હબીબ દલ, ઈરફાન અલારખા થૈયમ, આંબા ભવાન સાગઠીયા, હરી લખમણ ભાલારા, પોલા ભીખા વાગડિયા, રમણ કુરજી ભાલારા, ઈબ્રાહિમ ઈસ્માઈલ હાલેપોત્રા, સાહીબ રજાક મનસુરી નામના આઠ શખ્સોને રૂા.52,100 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતો વસીમ યુસુબ ખફી વર્લીના આંકડા પર જૂગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે આ શખ્સને રૂા.10,080 ની રોકડ, રૂા.5500 ના બે મોબાઇલ ફોન અને વર્લીના સાહિત્ય સાથે કુલ રૂા.15,580 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.