કલ્યાણપુરથી આશરે આઠ કિલોમીટર દૂર બાકોડી ગામે આવેલી માલેટી વાડી વિસ્તારમાં રહેતા દેસુર વીરાભાઇ ચેતરીયા દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, જુગાર માટેની સુખ-સુવિધા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે રાત્રે સવા વાગ્યે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી પોલીસે દેસુર વીરાભાઇ ચેતરીયા, મુકેશ મારખીભાઈ ગોજીયા, નિલેશ અરૂણભાઇ લાબડીયા, ભીમશી લખમણ બૈડીયાવદરા, નરેન્દ્રસિંહ વિજુભા જાડેજા, મહેન્દ્ર દયાશંકર ભોગાયતા, જગદીશ મેરામણભાઈ ગોજીયા અને લખમણ કરસનભાઈ ગોજીયા નામના કુલ આઠ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા. 23,410 રોકડા તથા રૂા.46,300 ની કિંમતના નવ નંગ મોબાઇલ ફોન ઉપરાંત રૂા.50 હજારની કિંમતના બે નંગ મોટરસાયકલ મળી, કુલ રૂા. 1,19,710 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે બાકોડી ગામની લાખાણી વાડી શાળા પાસેથી પોલીસે રાત્રિના પોણા ત્રણ વાગ્યે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમી રહેલા દિલીપ મેશુરભાઈ ગોજીયા, પ્રવીણ નગાભાઈ વારોતરીયા, રામદે મેરામણ ચેતરીયા, મનોજ મારખી ચેતરીયા અને સુમાત નારણભાઈ ચેતરીયા નામના પાંચ શખ્સોને રૂા. 11,450 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ ગામમાં જ અન્ય એક દરોડામાં પોલીસે મધ્યરાત્રિના ત્રણેક વાગ્યે જાહેરમાં ગંજીપત્તાવડે તીનપતીનો જુગાર રમી રહેલા ડાડુ મેરામણ ચેતરીયા, હિતેશ ભાયાભાઈ ચેતરીયા અને વિપુલ મુરુભાઇ ચેતરીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂા.10,910 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે પોલીસે ગામે પોલીસે રાત્રે એક વાગ્યે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા દેવા જીવા રાવલિયા, માલદે જુઠા ભાઈ ચાવડા અને મેસુર લખમણ ચાવડા નામના ત્રણ શખ્સોને રૂા. 3,640 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
કલ્યાણપુરના બાંકોડીમાં જૂગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
તાલુકામાં ચાર સ્થળોએ જૂગાર દરોડામાં 19 શખ્સો ઝબ્બે