જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામના પાદર પાસે જૂગાર રમતા ચાર શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.11,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના રીંજપર ગામની ગૌશાળા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.11,230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામના પાદરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે જામજોધપુર સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સિધ્ધરાજસિંહ નવલસિંહ વાઘેલા, પ્રદિપ લાલપરી ગોસ્વામી, જયપાલસિંહ સબરસિંહ જાડેજા, હમીર રાયદે ડાંગર નામના ચાર શખ્સોને પોલીસે રૂા.11,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં આવેલી ગૌશાળા પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા દેવાયત ધાના વસરા, ખમીશા ફુલમામદ સમા, પીઠા રાજશી વસરા, ધાના રાયશી બડિયાવદરા સહિતના ચાર શખ્સોને લાલપુર પોલીસે રૂા.11230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.