- Advertisement -
દેવભૂમિ દ્વારકા આવેલી એક હોટલનો રૂમ ભાડે રાખીને અહીં ચાલતા જુગારના અખાડામાં સ્થાનિક પોલીસે દરોડો પાડી 8 શખ્સોને રૂપિયા 2.16 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દ્વારકાના ઇસ્કોન ગેઈટ પાસે આવેલી હોટલ રેસીડેન્સીમાં 108 નંબરનો રૂમ ભાડે રાખીને નરેશ બાલુભાઈ ચાનપા નામના શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી અને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે નરેશ બાલુભાઈ સાથે જહાંગીરખાન મોહમ્મદખાન પઠાણ, કનૈયાભા વીરાભા ભઠ્ઠડ, રમેશ ફોગાભાઈ પરમાર, ભોજા નાથાભાઈ નકુમ, મનસુખ ગોરધનભાઈ સોનગરા, લખમણભા ગગુભા માણેક અને ચંદ્રેશ શુક્લભા વાઘેલા નામના કુલ આઠ શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 1,10,430 રોકડા તથા રૂપિયા 46,000 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 60 હજારની ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 2,16,430 નો મુદામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
- Advertisement -