જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર જિલ્લાના નવાગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા વિઠ્ઠલભાઈ ખનુભાઈ સોલંકી, દિપક ઉર્ફે દાઠીયો ખનુ સોલંકી, સુરેશ મગન રાઠોડ નામના ત્રણ શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગરના હીરાપાર્ક શેરી નં.5 માં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા હિતેન્દ્ર દિનેશ સોલંકી, મેરામણ હમીર કનારા, ગોવિંદ નેભા ગોજિયા, દિનેશ આલા ઓડેદરા નામના ચાર શખ્સોને રૂા.4000 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતાં. તેમજ સુરેશ સતવારા અને કનુ મારાજ નામના બે શખ્સો નાશી ગયા હોય છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો જામનગર તાલુકાના હાપા ગામમાંથી જૂગાર રમતા મનસુખ હકા મોરવાડિયા અને બે મહિલા સહિત ત્રણ શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.2100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.