Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સ ઝબ્બે

જામનગરમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સ ઝબ્બે

દિગ્જામ સર્કલ નજીક દરોડો: પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા રૂા.24,750 ની રોકડ રકમ કબ્જે

- Advertisement -

જામનગર શહેરના દિગ્જામ સર્કલ આગળ આવેલા ગણપતનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.24750 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે રેલવેના પાટાની બાજુમાં આવેલ ગણપતનગરમાં રહેતો શખ્સ તેના મકાન પાસે તીનપતિનો જૂગાર રમાડતો હોવાની હેકો સલીમ નોયડા, નિર્મળસિંહ જાડેજા, કાસમ બ્લોચ ને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પેરલો ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા એલસીબીના મહિલા લોકરક્ષક ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન અલ્તાફ અબ્દુલ સમા, આસીફ જુસબ સમા, રાણશી કેસુર સંધિયા અને પાંચ મહિલા સહિત આઠ શખ્સોને રૂા.24,750 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular