જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીના કહેરના કારણે અસંખ્ય લોકોના મોત નિપજ્યા હતાં અને અનેક લોકો સંક્રમિત થયા હતા. આ મહામારીને કારણે વિશ્ર્વના અર્થતંત્રમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. હવે ફરીથી કોરોનાનો કહેર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. જેમાં ગઈકાલે 24 કલાક દરમિયાન 228 નવા કેસ નોંધાયા હતાં. તેમાં જામનગર શહેરમાં 7 અને ગ્રામ્ય વિસ્તારમાં એક મળી કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ ગયો હતો અને આ મહામારીને કારણે વિશ્ર્વમાં મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું તેમજ મહામારીના કહેરમાં લાખો લોકોના મોત નિપજ્યાં હતાં જ્યારે કરોડો લોકો સંક્રમિત થયા હતાં. થોડા સમયના વિરામ બાદ કોરોનાનો કહેર ફરીથી વકરતો જાય છે અને છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 228 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ એકટિવ કેસોની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. ત્યારે લોકોએ પોતાની જાતે સાવચેતી અને સલામતી રાખવી પડે તેવી પરિસ્થિતિ ફરીથી થઈ શકે છે. રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વકરતું જાય છે. જેમાં શહેરમાં નવા સાત પોઝિટિવ અને ગ્રામ્ય વિસ્તારમાં એક મળી કુલ આઠ કેસ નોંધાયા છે.