Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શંકરટેકરીમાંથી જૂગાર રમતા આઠ ખેલંદા ઝડપાયા

જામનગરના શંકરટેકરીમાંથી જૂગાર રમતા આઠ ખેલંદા ઝડપાયા

એલસીબીની ટીમનો દરોડો : રૂા.28,200 ની રોકડ રકમ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.54,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી પાણીના ટાંકા પાસે જાહેરમાં જૂગાર રમતા હોવાની પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ઈમત્યાઝ મામદ ખફી સુમરા, યુનુસ હુશેન ખીરા સુમરા, હાજી આદમ ખીરા સુમરા, હુશેન કાસમ શેખ (સંધી), ઈસા કાસમ ખ્યાર લંધા,ગોપાલ હિરા રામાણા ગઢવી,હાસમ જુમા નોતિયાર, મહેબુબ કાસમ સંઘાર નામના આઠ શખ્સોને રૂા.28,200 ની રોકડ રકમ અને રૂા.26500 ની કિંમતના આઠ મોબાઇલ મળી કુલ રૂા.54,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular