રમઝાન મહિનો પુરો થયા બાદ મુસલમાનોનો સૌથી મોટો તહેવાર ઈદ ઉલ ફિત્ર મંગળવારે ઉજવાશે, રવિવારે ઈદનો ચાંદ ન દેખાવાના કારણે હવે ઈદ 3 મે ના રોજ મંગળવારે ઉજવાશે. સાઉદી અરબમાં ઈદનો તહેવાર 2 મે એટલે કે આજે ઉજવાશે. દારૂલ ઉલુમ દેવબંદના કાર્યવાહક મોહતમિમ મૌલાના અબ્દુલ ખાલિક મદ્રાસીએ રૂયતે હિલાલ કમીટીની બેઠક બાદ મંગળવારે આવતીકાલે ઈદ ઉજવવાનું એલાન કર્યું હતું. રવિવારે સાંજથી ઈદનો ચાંદ જોવાના પ્રયાસો થયેલા. પણ કયાંયથી ચાંદ નહોતો દેખાયો. ઉલેમા એ દિને સોમવાર 2 મે ના રોજ રોજા રાખવા અને 3 મે ના રોજ ઈદ ઉજવવાની જાહેરાત કરી હતી. સાઉદી અરબ સુપ્રીમ કોર્ટે પણ 2 મે ના રોજ ઈદ ઉજવવાની જાહેરાત કરી હતી. સાઉદી અરબના એક દિવસ બાદ ભારતમાં મોટેભાગે ઈદ ઉજવાતી હોય છે.