જામનગર શહેર જિલ્લામાં છેલ્લાં બે – ત્રણ દિવસથી માવઠા જેવો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ ગઈકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેવામાં મંગળવારની સાંજે ખીલેલી સંધ્યાનો અદભૂત નઝારો જોવા મળ્યો હતો. શહેરની શાન સમા લાખોટા તળાવ ખાતે સોનેરી સૂર્યકિરણોનો અલૌકિક નઝારો જોવા મળ્યો હતો. આકાશમાં ખીલેલી સંધ્યાને પ્રકૃતિ પ્રેમીઓએ કેમેરામાં કંડારી હતી.