વિદ્યાર્થીઓનું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત ન રહે, પરંતુ સમયની સાથે ચાલતું, અનુભવ આધારિત અને જીવનલક્ષી બને – આવી દૃઢ શૈક્ષણિક માન્યતા સાથે Shri L. G. Haria School દ્વારા હંમેશા નવીન પ્રયાસો કરવામાં આવે છે.
આ જ વિચારધારાને અનુરૂપ, શાળાના ધોરણ 11 કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓને જામનગર ટેક ફેસ્ટ 2026ની શૈક્ષણિક મુલાકાત માટે લઈ જવાયા હતાં. આ સમગ્ર આયોજન શાળાના પ્રિન્સિપાલ ધવલ પાટ્ટના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. જેમાં શાળાના શિક્ષકઓએ સંકલન અને માર્ગદર્શનની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ ટેક ફેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી, ઉદ્યોગક્ષેત્રની નવી દિશાઓ, ઉત્પાદન પ્રક્રિયાઓ, મેનેજમેન્ટ અને વ્યાપારિક વિચારધારાઓને નજીકથી સમજવાની અનોખી તક મળી. પાઠ્યપુસ્તકમાં વાંચેલી થિયરીને જીવંત સ્વરૂપે જોઈને વિદ્યાર્થીઓના ચહેરા પર જિજ્ઞાસા અને ઉત્સાહ ઝળહળતો જોવા મળ્યો.
શિક્ષણ એટલે માત્ર માહિતી નહીં, પરંતુ દૃષ્ટિ આપવાની પ્રક્રિયા – અને આવી શૈક્ષણિક મુલાકાતો વિદ્યાર્થીઓના વિચારવિસ્તારને વિસ્તારે છે, આત્મવિશ્વાસ વધારે છે અને ભવિષ્યના માર્ગને સ્પષ્ટ કરે છે. એલ. જી. હરિયા સ્કૂલ હંમેશા આ માન્યતાને જીવંત રાખે છે કે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ભણતર સાથે શ્રેષ્ઠ અનુભવ આપવો એ જ સાચું શિક્ષણ.


