Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતગૃહિણીઓ માટે માઠા સમાચાર, ખાદ્યતેલના ભાવ ફરી વધ્યા

ગૃહિણીઓ માટે માઠા સમાચાર, ખાદ્યતેલના ભાવ ફરી વધ્યા

- Advertisement -

ખાદ્યતેલના ભાવોમાં ફરી એક વખત વધારો થયો છે. પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. 5 જુલાઈના રોજ સિંગતેલમાં રૂ.30નો જયારે કપાસિયા તેલમાં રૂ.40નો વધારો થયો હતો. ત્યારે આજે ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.25નો વધારો થયો છે. ખાદ્યતેલના ભાવવધારાના પરિણામે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2400ની સપાટીએ અને ખાદ્યતેલના ડબ્બાનો ભાવ રૂ.2300થી પણ વધુ છે.

- Advertisement -

મે મહિનાના અંતમાં સિંગતેલના ડબ્બામાં રૂ.50 અને કપાસિયા તેલના ભાવમાં રૂ.30નો ઘટાડો થયો હતો. ત્યાર બાદ 10 દિવસમાં જ બે વખત ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહીણીઓ મોંઘવારીના મારનો સામનો કરી રહી છે. ત્યારે આજે રોજ સિંગતેલના ભાવમાં રૂ.25 અને કપાસિયા તેલના ભાવમાં રૂ.25નો વધારો થયો છે.ભાવ વધારાનું  મુખ્ય કારણ ડિમાન્ડ મુજબ કાચો માલ મળતો નથી હોવાનું મનાઈ રહ્યું છે. બીજી બાજુ તહેવારો પણ નજીક આવી રહ્યા હોવાથી લોકોને પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સિંગતેલ અને કપાસિયા તેલ સાથે પામોલીન તેલના ભાવમાં પણ વધારો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular