Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસી નેતાઓને ઇડીની નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસી નેતાઓને ઇડીની નોટિસ

આંધ્ર અને તેલંગાણાના નેતાઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા

- Advertisement -

નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક કોંગ્રેસી નેતાઓને નોટિસ પાઠવી છે. તેમને આવતા અઠવાડિયે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ આ કેસના સંદર્ભમાં ગાંધી અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ કોંગ્રેસના નેતાઓ સુદર્શન રેડ્ડી, શબ્બીર અલી અને જે ગીથા રેડ્ડીને પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે, ત્રણેય નેતાઓએ નોટિસ મળવાનો ઈન્કાર કર્યો છે. પૂર્વ મંત્રી શબ્બીરે કહ્યું કે મને ED તરફથી કોઈ નોટિસ મળી નથી. જો મને નોટિસ મળશે તો હું ચોક્કસ કહીશ.ગીતા રેડ્ડીએ એમ પણ કહ્યું કે મને તપાસ એજન્સી તરફથી કોઈ નોટિસ મળી નથી. સિકંદરાબાદના પૂર્વ સાંસદ અંજન કુમાર યાદવે પણ નોટિસ મળવાનો ઇનકાર કર્યો હતો.

- Advertisement -

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે દિલ્હીમાં ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે. તેણે 19 સપ્ટેમ્બરે કહ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કંપની સાથે મેં કરેલા કેટલાક વ્યવહારો અંગે મને પૂછપરછ કરવામાં આવી હતી.

શિવકુમારે કહ્યું કે મેં મારી સંપત્તિ અને જવાબદારીઓ વિગતવાર સમજાવવા માટે એજન્સી પાસેથી વધુ સમય માંગ્યો છે. ડીકે શિવકુમારે કહ્યું કે નેશનલ હેરાલ્ડ કંપની સાથે કરવામાં આવેલા કેટલાક વ્યવહારો અંગે મારી પૂછપરછ કરવામાં આવી છે.ડીકે શિવકુમારે કહ્યું કે નેશનલ હેરાલ્ડ કંપની સાથે કરવામાં આવેલા કેટલાક વ્યવહારો અંગે મારી પૂછપરછ કરવામાં આવી છે.

- Advertisement -

સોનિયા પહેલીવાર 21 જુલાઈના રોજ ઈડી ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં તેમની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી EDએ તેમને 26 જુલાઈએ બોલાવ્યો હતો અને છ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ 27 જુલાઈએ EDએ સોનિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા.અહીં એજન્સીએ તેની 3 કલાક પૂછપરછ કરી. કુલ 12 કલાકની પૂછપરછ દરમિયાન તેની પાસેથી 100 થી વધુ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીની 5 દિવસની પૂછપરછ દરમિયાન EDએ ઘણા સવાલો જ પૂછ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન ઈડીના અધિકારીઓ તેમના જવાબોથી અસંતુષ્ટ જણાયા હતા. પૂછપરછ દરમિયાન રાહુલે યંગ ઈન્ડિયા લિમિટેડને નો પ્રોફિટ નો લોસ કંપની ગણાવી હતી. EDના અધિકારીઓએ સામાજિક કાર્યોની ગણતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે આ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, સામ પિત્રોડા અને સુમન દુબેએ ખોટ કરતા નેશનલ હેરાલ્ડ અખબાર સાથે છેતરપીંડી આચરીઅને નાણાંની ગેરરીતિ દ્વારા પડાવી લેવાનો આરોપ લગાવ્યા હતો.

આરોપ મુજબ, કોંગ્રેસના આ નેતાઓએ નેશનલ હેરાલ્ડની મિલકતો પર કબજો કરવા માટે યંગ ઈન્ડિયન લિમિટેડ એટલે કે YILનામનું ઓર્ગેનાઈઝેશન બનાવ્યું અને તેના દ્વારા નેશનલ હેરાલ્ડનું પ્રકાશન કરનારી એસોસિએટેડ જર્નલ લિમિટેડ, એટલે કે AJLને ગેરકાયદેસર રીતે હસ્તગત કરી લીધી હતી. સ્વામીએ આરોપ લગાવ્યો કે આવું દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ સ્થિત હેરાલ્ડ હાઉસની 2000 કરોડની ઈમારત પર કહજો કરવા માટે કરવામાં આવ્યું હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular