ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ ગુલામહુસેનભાઈ બુખારી નામના 70 વર્ષના મુસ્લિમ વૃદ્ધ ગઈકાલે ગુરુવારે દિવસ દરમિયાન જલારામ નગર વિસ્તારમાં આવેલા પાણી ભરેલા કુવામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર ઈરફાનભાઈ હુસેનભાઈ બુખારી (ઉ.વ. 38, રહે. આરંભડા સીમ) એ મીઠાપુર પોલીસને કરતાં પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.