તમામ સ્ટેકહોલ્ડરના હિતોને ધ્યાનમાં રાખી ઘડવામાં આવેલી ઇ-કોમર્સ પોલિસી પ્રત્યેક ભારતીય માટે લાભદાયી છે. વાણિજ્ય મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલે પ્રસ્તાવિત ઇ-કોમર્સ પોલિસી પર તમામ ભલામણોને આવકારી છે. તેમજ ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ પડકારો વિશે નિવેદનો પણ મગાવ્યાં છે. પ્રસ્તાવિત ઇ-કોમર્સ નિયમોની અમુક જોગવાઇઓ મુદ્દે ડિપાર્ટમેન્ટલ પડકારો વિશે નવેદનો પણ મગાવ્યાં છે. પ્રસ્તાવિત ઇ-કોમર્સ નિયમોની અમુક જોગાવઇઓ મુદ્દે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ટરનલ ઇન્ડસ્ટ્રી-ટ્રેડ, કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને નીતિ આયોગે વાંધાઓ ઉઠાવ્યાં હતાં. નીતિ આયોગે પ્રસ્તાવિત નિયમોને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે નુકસાન માટે નુકસાનકારક હોવાનો દાવો કર્યો હતો. દુબઇ એકસ્પો-2020 ખાતે ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ધાટન કરતાં ગોયલે કહ્યું કે, ઇ-કોમર્સ સેકટર્સમાં તમામ મુદ્દાઓ અને તમામના હિતોને ધ્યાનમાં રાખી નિયમો ઘડવા માટે ભલામણો મગાવી છે. જેને ધ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ડ્રાફટ નિર્ણય લેવામાં આવશે. ડ્રાફટ પોલિસી જાહેર હિતો, અન્ય વિભાગો અને સ્ટેકહોલ્ડર્સના સલાહ-સૂચનોના આધારે છે. ડેટા પ્રાઇવેસી લો, નેશનલ એજયુકેશનલ પોલિસી, જવેલરી હોલમાર્કિંગ જેવા નિયમો પણ ભલામણોના આધારે ઘડવામાં આવ્યાં હતાં.