જામનગર તાલુકાના બેરાજા ગામની ઉગમણી સીમમાં, કેનાલની બાજુમાં આવેલી ગૌચરની જમીનમાં શેઢા ફરતે ફીટ કરેલા ઇલેકટ્રીક વાયરમાંથી શોક લાગતાં યુવકનું મોત નિપજયાના બનાવમાં પોલીસે વાવેતર કરનાર આરોપી વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
View this post on Instagram
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના બેરાજા ગામમાં આવેલી ઉગમણી સીમમાં કેનાલની બાજુમાં આવેલ ગોચરની જમીનમાં વાવેતર કરનાર શખ્સે કપાસના વાવેતર ફરતે શેઢા ઉપર ઇલેકટ્રીક વાયર ફિટ કર્યા હતા. દરમ્યાન જામનગર તાલુકાના બેરાજા ગામનો ભૂપતભાઇ હરજીભાઇ ઠુંગા નામનો યુવક તેના ઘેટાં-બકરા ચરાવવા ગયો હતો ત્યારે ઉગમણી સીમમાં જગા ડેમની કેનાલની બાજુમાં આવેલી ગૌચરની જમીનમાં કપાસના વાવેતરવાળી જગ્યાએ શેઢા ફરતે ફિટ કરેલા ઇલેકટ્રીક વીજ વાયરને અડકી જતાં વીજશોક લાગ્યો હતો. આ શોકનેક કારણે બેશુઘ્ધ થયેલા યુવાનને નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ રમેશભાઇ દ્વારા જાણ કરાતા પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી બેરાજા ગામના કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી કનુભાની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.


