ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે ઢળતી સાંજે સ્પેસ સ્ટેશન જોવા મળ્યું હતું. પૃથ્વીની બહાર 408 કિલોમીટરની ઊંચાઈએ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા આ ચમકતા તારા જેવા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આકાશમાં નરી આંખે ગણતરીની મિનિટો સુધી લોકોએ નિહાળ્યું હતું.