દ્વારકા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન ઝડપાયેલ ગાંજો, ચરસ સહિતના અંદાજિત 100 કરોડની કિંમતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
સરકાર દ્વારા જૂન મહિનાના ઇન્ટરનેશનલ ડે અગેઇન ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલેક્ટ ટ્રાફિકિંગ લોકોમાં ડ્રગ્સના દૂષણ સંબંધે જાગૃતતા લાવવા વિવિધ કાર્યક્રમો તેમજ વિવિધ એક્ટિવિટી કરવા સૂચના અપાઇ હતી. જે અનુસંધાને રાજકોટ પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ તથા દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા ડ્રગ્સના દૂષણને દૂર કરવાના અભિયાનના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન નશાકારક ચીજવસ્તુઓ જેમ કે, ગાંજો, મેફેડ્રોન, નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ, નશાકારક કફશીરપ અને ચરસ જેવા માદક પદાર્થોનો અંદાજિત રૂા. 100 કરોડની કિંમતનો મુદામાલ ઝડપ્યો હતો. જે નાશ કરવા માટે કાયદેસરન કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ એસઓજી પીએસઆઇ કે. એમ. જાડેજા, એસઓજીના હરદેવસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગદિશભાઇ કરમુર, ખેતશીભાઇ મુન તથા સ્વરૂપસિંહ જાડેજા દ્વારા આ તમામ ડ્રગ્સનો જથ્થો ભચાઉ પૂર્વ કચ્છમાં સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે લઇ જઇ આગની ભઠ્ઠીમાં આ જંગી ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


