દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસની ટુકડીએ અપહરણના ગુનામાં છ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડયો છે.
ભાણવડ પોલીસ સ્ટેશનમાં 2015માં નોંધાયેલા અપહરણના ગુનામાં છ વર્ષથી નાસતા-ફરતા આરોપી ગુડ્ડો ઉર્ફે રમેશ લક્ષમણભાઇ વાસ્કેલા નામના 28 વર્ષના ભીલ આદિવાસીને ભાણવડના મોડપર ગામના બસ સ્ટેશન પાસેથી એલસીબીની ટુકડીએ પકડી પાડયો હતો. પોલીસ છેલ્લા છ વર્ષથી આ આરોપીની શોધખોળ કરી રહી હતી. મુળ મધ્યપ્રદેશનો આ આરોપી પોરબંદરના રાણાવાવ તાલુકાના રાણાવડવાળા ગામે રહેતો હતો. દરમિયાન બાતમીના આધારે ગઇકાલે તેને મોડપર પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી એલસીબીના પીઆઇ જે.એમ. ચાવડા, પીએસઆઇ એસ.વી. ગડચરના માર્ગદર્શન હેઠળ એસઆઇ દેવશી ગોજીયા, બિપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, ભરતભાઇ ચાવડા, સજુભા જાડેજા, કેશુર ભાટીયા, વિપુલ ડાંગર, હેડ કોન્સ. મશરી આહિર, અરજણભાઇ મારૂ, બોઘાભાઇ કેશરીયા સહિતના સ્ટાફે કરી હતી.


