પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ,રાજકોટ ઝોન વરુણકુમાર બરંવાલના માર્ગદર્શન હેઠળ રિજિયોનલ ફાયર ઓફિસર રાજકોટ ઝોન દ્વારા રાજકોટ ઝોનની કુલ 30 નગરપાલિકાઓ પૈકી 19 નગરપાલિકા વિસ્તારની 110 ખાનગી શાળાઓ તથા 16 ખાનગી હોસ્પિટલોને વારંવાર નોટિસો અને સૂચનાઓ આપવા છતાં ફાયર એનઓસી મેળવી નથી કે ફાયર સેફ્ટી માટે નિયત કરાયેલા જરૂરી સાધનો લગાવ્યા નથી. આથી આ તમામ બિલ્ડીંગોને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાઇકોર્ટમાં ચાલી રહેલી ફાયર સેફ્ટી અંગેની રિટ પિટિશન નંબર 118/2020 અન્વયે ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજરસ એક્ટ 2013ની કલમ 25 અને 26 તથા પેટા કલમ 1,2 અને 3ની જોગવાઈઓ મુજબ આ ઈમારતોને સીલ કરવાના હુકમો કરવામાં આવ્યા છે. આર. એફ.ઓ.ના આ હુકમો અન્વયે હવે આ 19 નગરપાલિકાઓના ચીફ ઓફિસરો આ તમામ ઈમારતોને સીલ કરવા તત્કાલ કાર્યવાહી હાથ ધરશે તેવું જણાવવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં હોસ્પિટલોમાં આગની દુર્ઘટના સર્જાયા બાદ રાજ્ય સરકાર અને હાઈકોર્ટે શહેરની તમામ હોસ્પિટલો તેમજ શાળા-કોલેજ, મોટી ઈમારતો, હોટલ-રેસ્ટોરન્ટો, કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી ફાયર સેફ્ટી અંગેની રિટ પિટિશન નંબર 118/2020 અન્વયે ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજરસ એક્ટ 2013ની કલમ 25 અને 26 તથા પેટા કલમ 1,2 અને 3ની જોગવાઈઓ મુજબ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ડાયરેકટર કે.કે. બિશ્ર્નોઇની સૂચનાથી રાજકોટ રીજીયોનલ ફાયર ઓફિસર અનિલ મારુ દ્વારા આ નવ શાળાઓ જામનગર જિલ્લાની ચાર નગરપાલિકાના વિસ્તારમાં આવેલી જામજોધપુરમાં ધ્રાફા ફાટક પાસે આવેલી સંસ્કાર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સ્કૂલ, કાલાવડમાં મીઠીવાડી વિસ્તારમાં આવેલી દિવ્યજોધ વિદ્યાલય, રણુજા રોડ પર વોર્ડ નં.1 માં આવેલી જે.પી.એસ. સ્કૂલ, કુંભનાથપરા વિસ્તારમાં આવેલી અર્ધસરકારી હિતેન ઠેસીયા પ્રાથમિક સંકુલ, ધ્રોલમાં જામનગર ધોરીમાર્ગ પર જયોતિપાર્ક વિસ્તારમાં આવેલ ધ સનરાઈઝ સ્કૂલ, ધ્રોલમાં રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી આહિર ક્ધયા છાત્રાલય સ્કૂલ, ગોકુલપાર્ક વિસ્તારમાં આવેલી ધી પટેલ સ્કૂલ, સીક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં આવેલા શારદા એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ સંચાલિત પ્રણવરાજ શાળા, કેડમસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સીક્કા સનસીટીમાં આવેલી સોઢા શાળા નામની નવ શાળાઓને સીલ કરવા માટેની કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.