દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિધ્ધ જગત મંદિરને આજે યુ.એસ.એ (ન્યુ જર્સી)ની વલ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વલ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. દ્રારકા જિલ્લા કલેકટર અને શારદાપીઠ ના બ્રહ્મચર્યજીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે દર વર્ષે હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે. અને પુણ્ય નું ભાથું બાંધી જાય છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિરને આજ રોજ વલ્ડ અમેઝિંગ પ્લેસ તરીકે નુ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. વલ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ જર્સી (USA) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની હાજરીમાં આજ રોજ શારદાપીઠ પરિસરમાં શારદાપીઠ ના બ્રહ્મચારીજી , જિલ્લા કલેકટર , દ્વારકાધીશ દેવસ્થાન સમિત ના સદસ્યો દ્વારકા પાલિકા પ્રમુખની ઉપસ્થિતમાં તેમજ આ સંસ્થાના ગુજરાતના ડાયરેકટર અને કો-ઓર્ડીનેટરે દ્વારકાધીશ મંદિરને વલ્ડ અમેઝિંગ પ્લેસનું પ્રમાણપત્ર આપ્યું હતું.
દ્વારકાધીશ જગત મંદિર વિશ્વ વિખ્યાત છે. ત્યારે દ્વારકા મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અંદાજિત 2200 વર્ષ જૂની વિરાસત છે અને સરકાર દ્વારા પણ દ્વારકાના જગત મંદિર એવા દ્વારકાધીશ મંદિર ને હેરિટેજ સીટીમાં સ્થાન આપ્યું છે ત્યારે વલ્ડ કક્ષાએ પણ દ્વારકા ની આગવી ઓળખ મળી છે. ત્યારે વધુ ને વધુ દ્વારકાધીશના દર્શનાર્થે લોકો આવે અને વર્લ્ડ કક્ષા એ નોંધ લેવા અને વર્ષો જૂનો વારસો જળવાઈ રહે તે દિશામાં આગળ વધી જાળવી રાખવા પ્રયત્નશીલ રહેવાનો વિશ્વાસ જિલ્લા કલેકટરે વ્યક્ત કર્યો હતો.