દ્વારકા તાલુકાના નાના ભાવડા ગામેથી સુરયબેન ઉર્ફે આસુબેન વલૈયાભા સાજણભા સુમણીયા નામની 19 વર્ષની હિન્દુ વાઘેર યુવતીએ ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ બપોરના સમયે પોતાની વાડીએ કોઈ અકળ કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગત તારીખ 3 ના રોજ તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.