રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પ્રજાલક્ષી કામગીરી નોંધપાત્ર રીતે અને સંનિષ્ઠ રીતે કરી ચૂકેલા પોલીસ અધિકારીઓને ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિવિધ કઠિન કામગીરીમાં કુનેહપૂર્વક ફરજ બજાવી અને પ્રજાલક્ષી કામગીરીમાં સફળ સાબિત થયેલા ડીવાયએસપી સમીર સારડા તથા પી.એસ.આઈ. પીસી સિંગરખીયા સહિત રાજ્યમાં કુલ 110 અધિકારીને રાજ્યના પોલીસ વડા દ્વારા ડી.જી.પી. કમેન્ડેશન ડીસ્ક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
વર્ષ 2021-22 ના સમય ગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડા દ્વારા નોંધપાત્ર કામગીરીની પરંપરાગત રીતે શ્રી દ્વારકાધીશ મંદીર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે આવતા ભક્તોના પ્રવાહને અનુલક્ષીને પ્રથમ વખત નમૂનારૂપ અને ઐતિહાસિક દર્શન વ્યવસ્થા વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પણ પાલન કરાવીને રેન્જ આઈ.જી. તરફથી પ્રશંસા પત્ર મેળવ્યું હતું.
કોરોનાની અસર ઓછી પડતાં સઘન વ્યવસ્થા વચ્ચે અહીં આવતા મહાનુભાવોના પ્રોટોકોલ મુજબના બંદોબસ્ત જાળવવા, શ્રી દ્વારકાધીશ મંદીર સુરક્ષા દ્વારકાની કચેરીનું નવું મહેકમ મંજુર કરવામાં આવતાં ડીવાયએસપીની કચેરી કાર્યરત કરવા માટે બિલ્ડીંગ બનાવવા સહિતના મુદ્દે રેવન્યુ વિભાગ સાથે સંકલન કરીને રહેણાંક અને બીન રહેણાંક બિલ્ડીંગ માટે જમીનની શોધખોળ કરીને દરખાસ્ત તૈયાર કરીને ખુબ જ ટુંકા સમયગાળામાં સતત સંકલન કરીને કુલ 2 હેક્ટર જમીન મેળવી આ તમામ સુંદર કામગીરી બદલ એમને એસપી દ્વારા પ્રશંસાપત્ર પ્રાપ્ત થયો છે. આ રીતે એક સમયે તહેવારના દિવસોમાં દસ લાખની જનમેદનીને કોઈપણ પ્રકારની હાલાકી વગર દર્શનની વ્યવસ્થા કરવાની બાબત સમગ્ર રાજ્યમાં તેમજ અન્ય અધિકારીઓ મેજિસ્ટ્રેટ માટે પણ પ્રસંસારૂપ બની હતી. તેમના દ્વારા એસ.સી./એસ.ટી. સેલની કામગીરી ઉપરાંત લેન્ડ ગ્રેબીંગના ગુન્હાઓની તપાસ કામગીરી કરી આરોપીઓને અટક કરી તપાસ સમય મર્યાદામાં પુર્ણ કરવા, આ પંથકની સ્થાનિક સ્વરાજ્યની જુદી-જુદી ચૂંટણીઓમાં સંવેદન શીલ ગામોની વિઝીટ, સતત પેટ્રોલીંગ સહિતની વિશીષ્ટ કામગીરી કરવા, કોરોના મહામારી અન્વયે કાળાબજારી થાય તેનું ધ્યાન રાખવાની મહત્વની કામગીરીમાં ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા લેવાયેલા વિવિધ નકર અને પરિણામલક્ષી પગલાઓ વિગેરે વચ્ચે તેમના મુખ્ય પોસ્ટીંગ એસ.સી.-એસ.ટી., દ્વારકાધીશ મંદિર સુરક્ષાના ડીવાયએસપી તરીકેની કામગીરી વચ્ચે વિશ્ર્વ વિખ્યાત યાત્રાધામ બેટ દ્વારકા ઉપરાંત હર્ષદ, ભોગાત અને નાવદ્રા ખાતે સમગ્ર રાજ્યના ઐતિહાસિક મનાતા ઓપરેશન ડિમોલિશન અંગેની કામગીરીમાં પોલીસ બંદોબસ્તની સ્કીમ બનાવવાની કામગીરી તથા ડીમોલીશન ટીમના ઇન્ચાર્જ તરીકેની કામગીરીના કારણે અહીં કોઈપણ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.
આ ઉપરાંત સમીર સારડાની એસ.સી. એસ.ટી. સેલની કામગીરીમાં ત્રણ જેટલા ચકચારી કેસોમાં નામદાર અદાલતમાં 20 વર્ષની સજા સુધી પહોંચાડવા માટે કેસની ઉત્કૃષ્ટ તપાસ, વિગેરે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં પ્રશંસાપાત્ર બની હતી.
આમ, જિલ્લામાં ડિમોલીશન હોય કે કોરોનાની લોકડાઉન કામગીરી, બેટ-હર્ષદનું ડીમોલીશન કે દ્વારકાધીશ મંદિરની વિવિધ કામગીરી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્વારકા પ્રવાસ દરમિયાન એસ.પી.જી.એ પણ તેમની ઉતમ કામગીરીની પ્રશંસા કરી હતી. વાવઝોડા વખતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સતત સેવા કાર્યરત રહીને લોકોની પ્રશંસા પ્રાપ્ત કરી હતી એવા ડીવાયએસપી સમીર સારડા ને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સારી કામગીરી નોંધ લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડા અને ડીજીપી વિકાસ સહાયના હસ્તે ડીજી સિલ્વર ડિસ્ક પદક અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ છે.