Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારભાજપના બુથ સશક્તિકરણ અભિયાનમાં રાજ્યમાં દ્વારકા જિલ્લો અવ્વલ

ભાજપના બુથ સશક્તિકરણ અભિયાનમાં રાજ્યમાં દ્વારકા જિલ્લો અવ્વલ

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સંગઠનલલક્ષી પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે બુથ સશક્તિકરણ અને સંગઠનને વધુ કાર્યદક્ષ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કામગીરી હંમેશા પ્રથમ હરોળની રહી છે. અહીંના ભાજપ સંગઠનના નિષ્ઠાવાન કાર્યકરોની જહેમતથી તાજેતરમાં ભાજપના બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન તથા સંકલનના ફળ સ્વરૂપે જિલ્લા ભાજપના આગેવાનો તથા સક્રિય કાર્યકરો દ્વારા આ અભિયાન મંડળના સંયોજકોએ અવિરત રીતે કામગીરી કરી અને સરળ પોર્ટલ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરિફિકેશન અંગેની કામગીરી સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા ભાજપ દ્વારા આ કામગીરી સૌપ્રથમ પૂર્ણ કરી, આ અંગે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આના અનુસંધાને ગાંધીનગર ખાતે યોજાયેલી ખાસ બેઠકમાં ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા જિલ્લાના સંયોજક રસિકભાઈ નકુમ અને સહ સંયોજક રાજુભાઈ સરસિયાનું દ્વારકા જિલ્લાની આ ઉમદા કામગીરી બદલ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માનનો સાચો શ્રેય કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખ તથા દરેક કાર્યકરોને આપી, આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા આ સન્માન સમારોહમાં પૂર્વ ગૃહમંત્રી તથા ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે, પ્રદેશ ઉપપ્રમુખ જનકભાઈ પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં રસિકભાઈ નકુમ તથા રાજુભાઈ ભરવાડને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular