- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના આવ્યા છે, ત્યારે તેઓએ શનિવારે દ્વારકા મંદિર ખાતે પૂજાવિધિ કર્યા બાદ ગઈકાલે રવિવારે ખેડા ખાતેથી રાજ્યના 25 જિલ્લાઓમાં બંધાયેલા નવનિર્મિત પોલીસના રહેણાંક તથા બિનરહેણાંક આવાસોનો લોકાર્પણનો આ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યમાં ગુન્હાખોરીને રોકવા માટે વિશિષ્ટ કામગીરી કરનાર આઈપીએસ અધિકારીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં જામનગરના તત્કાલીન એ.એસ.પી. અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નીતેશ પાંડેયને જામનગરના કુખ્યાત ભૂમાફિયા સહિતની ટોળકી સામેના ગુજસીટોકના કેસમાં અસરકારક કામગીરી કરવા માટે મેડલ આપીને નવાઝવામાં આવ્યા હતા.
અત્રે યાદ અપાવવું જરૂરી છે કે જામનગર શહેર અને જિલ્લામાં ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ટોળકીનો વ્યાપ જે રીતે વધી રહ્યો હતો, તેને જોતા સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોચતા જામનગરમાં જયેશ પટેલ અને તેની ગેંગ પર કાયદાનો મજબુત ગાળિયો કસી અને કાયદાના સકંજામાં લાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જામનગરના એસ.પી. તરીકે દીપન ભદ્રન અને તેઓની સાથે એ.એસ.પી. તરીકે આઈ.પી.એસ. નીતેશ પાંડેયને મુકવામાં આવ્યા હતા અને આ ગેંગના સાગરીતો સામે ગુજરાત સરકારે અમલી બનાવેલા ગુજસીટોકનો કાયદાનું શસ્ત્ર ઉગામી, ગેંગના જયેશ પટેલ સહિતના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં નામચીન વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં આ સાગરીતો રાજ્યની જુદી જુદી જેલોમાં ગુજસીટોકના કાયદા હેઠળ બંધ છે. આ સમગ્ર કેસમાં તત્કાલીન એસ.પી. દીપન ભદ્રનના સીધા માર્ગદર્શન હેઠળ તત્કાલીન એ.એસ.પી. અને હાલ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયનો રોલ ખુબ મહત્વનો રહ્યો છે. જે બદલ ના માત્ર રાજ્યનો ગૃહ વિભાગ પણ કેન્દ્રના ગૃહ વિભાગે પણ તેની બે વખત નોંધ લીધી છે.
આ અગાઉ નીતેશ પાંડેને ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ Excellence in Investigation – 2021 નો મેડલ મળ્યો છે. જામનગર જિલ્લામાં જયેશ પટેલની ગેંગ વિરુદ્ધ બારીકાઇથી તપાસ કાગળો તૈયાર કરી અને સ્પેશીયલ કોર્ટમાં રજુ કરવા અને ઝીણવટભરી તપાસ એ.એસ.પી. નીતેશ પાંડેય અને તેમની ટીમે કરી હતી. રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા અને જેના પર સરકારની સીધી જ નજર હતી તે ખુબ જ મહત્વના કહી શકાય તેવા ભૂમાફિયા જયેશ પટેલ તેમજ તેમના સાગરીતો વિરુદ્ધ નોંધાયેલ હાઇપ્રોફાઇલ ગુજસીટોકના આ ખુબ ગંભીર ગુનાની અસરકારક અને પરિણામલક્ષી તપાસ કરવા બદલ ગત 15 ઓગસ્ટ 2021રાજ્યના બાહોશ આઈ.પી.એસ. અધિકારીઓ પૈકીના એક આ ચર્ચાસ્પદ સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરનાર જામનગરના તત્કાલીન એ.એસ.પી. નીતેશ પાંડેયને ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા Excellence in Investigation -2021 નો મેડલ માટે પસંદગી થઇ છે. જે ગુજરાત અને સમગ્ર હાલાર પંથકની પોલીસ વિભાગ માટે ગૌરવની વાત હતી.
The Gujarat Control of Terrorism And Organized Crime Act મુજબનો પરીપૂર્ણ રીતે અમલ કરી આ જયેશ પટેલ સહિત જયેશની ગેંગના કુલ 14 આરોપીઓ વિરૂધ્ધમાં જામનગરના સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે 15-10-2020 ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો અને જેની શરૂઆતથી તપાસ એ.એસ.પી. નિતેશ પાંડેયને સોંપવામાં આવી હતી. જેમાં તપાસનીશ અધિકારી એ.એસ.પી. નિતેશ પાંડેય દ્વારા કુલ 14 આરોપીઓને અટક કરી, આ તમામને જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા હતા. જેઓ તમામ છેલ્લા કેટલાય સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. આ ગુનાના મુખ્ય સુત્રધાર જયસુખ મુળજીભાઈ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલને પણ લંડન (યુ.કે.) ખાતે શોધી કઢાવી તેઓની લંડન પોલીસ દ્વારા ધરપકડ કરાવેલ છે. જેની હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા નિતેશ પાંડેયને પ્રાપ્ત થયેલા આ નોંધપાત્ર એવોર્ડથી દ્વારકા જિલ્લાના અસામાજિક તત્ત્વો ભોં ભીતર થઈ ગયા છે.
- Advertisement -