Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકાધીશ મંદિર પર વીજળી પડી ત્યારે ભગવાન કૃષ્ણએ બતાવ્યો હતો આ મોટો...

દ્વારકાધીશ મંદિર પર વીજળી પડી ત્યારે ભગવાન કૃષ્ણએ બતાવ્યો હતો આ મોટો ચમત્કાર, જાણીને દંગ રહી જશો

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દરમિયાન એક એવો નજારો જોવા મળ્યો છે કે જેનાથી ભક્તોની આંખો અંજાઈ ગઈ ઉપરાંત ઠેર ઠેર આ બનાવની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ વાત જોવા મળી રહી છે.

- Advertisement -

દોસ્તો, દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી હતી. જેમાં ધ્વજા ખંડિત થઈ છે. સાક્ષાત ભગવાન દ્વારકાધિશે કુદરતી પ્રકોપને પોતાના માથે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકાધીશ મંદિરની ધજા પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. લોકો આ બાબત પર ચર્ચા કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે સાક્ષાત ભગવાને પરચો આપ્યો છે અને વીજળીનો પ્રકોપ પોતાના માથે ઝીલી લીધો છે.

પુજારીજીના કહેવા પ્રમાણે દ્વારકાધીશ મંદિરની ધજા પર વીજળી પડતા ધજાને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. મહત્વની વાત એ છે કે દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજા ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા છે આ પહેલા આવું ક્યારેય જોવા મળ્યું નથી.

- Advertisement -

અહી દ્વારકાવાસીઓની અતૂટ શ્રદ્ધાનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડા સહિતના સંકટોમાં સાક્ષાત દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. દ્વારકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા તોફાને ચડ્યા હતા. પરંતુ જ્યારે વીજળી પડવાની અસર થઈ ત્યારે પોતાના ભક્તોને બચાવવા ખુદ ભગવાને પોતાના માથા વિજળીને ઝીલી લીધી હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

દ્વારકાના એસડીએમ ભેટારિયાજીના જણાવ્યા અનુસાર દ્વારકાધીશ મંદિરની ટોંચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી. જેના કારણે ધ્વજાના દંડને સામાન્ય નુકસાન થયું છે. તેમના જણાવ્યા અનુસાર દ્વારકાધીશ મંદિરને કોઈપણ નુકસાન થયું નથી. જો વીજળી પડી હોત તો કેટલાક લોકોનો જીવ જતો રહે પરંતુ સાક્ષાત ભગવાને પરચો આપ્યો અને ભક્તોની રક્ષા કરી.

- Advertisement -

દ્વારકાના ભાટિયા, ગોકલપર જેવા ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. બે કલાકમાં લગભગ 3 ઇંચ વરસાદ થતાં ખેતરો અને રસ્તા પાણી-પાણી થઇ ગયા છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘરાજાએ ભાટીયા આસપાસ વિસ્તારમાં મનમૂકીને વરસીને ચારે તરફ પાણી પાણી કરી દીધું છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

વીજળી પડવા છતા સલામત જગત મંદિર…યુદ્ધ અને કુદરતી આફતોમાં પણ મંદિર અડીખમ રહ્યું…..

વીજળી પડવા છતા સલામત દ્વારકાના મંદિર ઉપર પાકિસ્તાને માત્ર 20 મિનિટમાં 156 શક્તિશાળી બોમ્બ વરસાવ્યા હતા

દ્વારકાના વિશ્વપ્રસિધ્ધ જગતમંદિર ઉપર મંગળવારે સાંજે મેઘતાંડવ વચ્ચે વીજળી ત્રાટકી હોવા છતા મંદિરની કાંકરી પણ ન ખરતા પૂરા વિશ્વમાં આ ઘટનાના વીડિયો વાયરલ થયા હતા. દ્વારકાવાસીઓ મંદિર ખૂલતા જ કાળિયા ઠાકોરના જયઘોષ સાથે દર્શને ઉમટયા હતા અને લોકો કહેતા હતા કે જેની રક્ષા દ્વારકાધીશ કરે તેનું કોઈ કાંઈ ન કરી શકે.

કુદરતી આફતો અને યુદ્ધમાં બોમ્બ મારો થયો છતાં અડીખમ છે….આ મંદિર…

1965માં દ્વારકા ઉપર પાકિસ્તાને 156 બોમ્બ ફેંકેલા છતા આ બોમ્બમારો નિષ્ફળ ગયેલો.

1965ની 7મી સપ્ટેમ્બરે ભાદરવા સુદ બારસના દિવસે પાકિસ્તાન નેવીના સંયુક્ત ઓપરેશનમાં મધરાતે દ્વારકાના મંદિર ઉપર બોમ્બમારો થયેલો. ભારતીય જળસામીએથી પાકિસ્તાનના પાંચ સમુદ્રી યુધ્ધ જહાજ પીએનએસ ટીપ સુલ્તાન, પીએનએસ શાહજહા, પીએનએસ બાબર, પીએનએસ આલમગીર, પીએનએસ બદરે માત્ર 20 મિનિટમાં 156 શક્તિશાળી બોમ્બ વરસાવ્યા હતા.

પાકિસ્તાની નેવી એ જગત મંદિરને બનાવ્યું હતું target….. એક પણ બોમ્બ ફૂટ્યો નહિ…..

એવું માનવામાં આવે છે કે જગત મંદિરને ટાર્ગેટ કરી બોમ્બમારો થયેલો પરંતુ મરીન એન્જિનિયરિંગ દ્વારા દરિયાઈ મોજાના અપ-ડાઉન અંગેની ગણતરીમાં થાપ ખાઈ જતા બધા બોમ્બ મંદિરની ઉપરથી પસાર થઈ ગયા હતા, અને દ્વારકામાં માનવ વસાહતથી દૂર ઝાડી ઝાંખરામાં પડતા એક પણ વ્યક્તિને ઈજા પણ ના થઈ. દ્વારકામાં વીજળી પડવા છતા સલામત રહેલા મંદિરના વીડિયો ગઈકાલે દેશ-વિદેશમાં પહોંચ્યા હતા. આજે મંદિર ખૂલતા જ દ્વારકાવાસીઓ જયઘોષ સાથે દર્શને પહોંચ્યા હતા.

ભૂકંપ વખતે પણ મંદિરમાં કોઈ નુકશાન થયું નથી…..

યાત્રાધામ દ્વારકામાં 56 વર્ષ પહેલાં વામન જંયતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે મેલી મુરાદથી ભિષણ બોમ્બ મારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવલે પરંતુ જગતનો તારણહાર એવા ભગવાન દ્વારકાધીશ એ મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું. ત્યારથી ભગવાન દ્વારકાધીશનો આભાર માની વામન જયંતિના દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

એટલે તો વિરાટ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે…

1965ની સાલથી જ સમસ્ત ગુગળી સમાજ દ્વારા વિરાટ વિજય દિવસે ભગવાન દ્વારકાધીશને નુતન ધ્વજા આરોહણ કરવામાં આવશે છે. તેમજ બ્રાહ્મણો દ્વારા વિષ્ણું સહસ્ત્રના પાઠ કરવામાં આવશે. ઈ.સ. 1965 માં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી દ્વારકાના સમુદ્ર કિનારાનો પાકિસ્તાન દ્વારા નિરિક્ષણ કરી પણ બાદમાં રાત્રીના સમયે પાકિસ્તાન નેવી દ્વારા નાપાક ઈરાદાથી દ્વારકા નગરી ઉપર ભિષણ બોમ્બમારો કરી 156 જેટલા બોમ્બ દ્વારકા નગરી ઉપર ફેંકવામાં આવેલ હતાં.
પરંતુ ભગવાન દ્વારકાધીશનું આરક્ષણ હોવાથી એકપણ બોમ્બ ફુટેલ નહોતો અને દ્વારકા નગરીનો આબાદ બચાવ થયેલ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે વિરાટ વિજય દિવસની ઉજવણી કરી ભગવાનની વિશેષ આરતી કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular