Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહોમગાર્ડઝ જવાનોની સાતમ-આઠમમાં દિવાળી

હોમગાર્ડઝ જવાનોની સાતમ-આઠમમાં દિવાળી

હોમગાર્ડઝ જવાનોના ખાતામાં ફરજ ભથ્થા જમા

- Advertisement -

જામનગર જિલ્લા હોમગાર્ડઝ ભાઈ બહેનો પોલીસની સાથે ખભે ખભા મિલાવી દિવસ અને રાત ફરજ બજાવે છે. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીના નેતૃત્વમાં રાજ્ય કક્ષાએ જામનગર હોમગાર્ડઝ અગ્રેસર રહ્યું છે તથા એક પછી એક સિધ્ધિ હાંસલ કરતું રહ્યું છે.

- Advertisement -

વર્તમાન સાતમ આઠમના તહેવારો ધ્યાનમાં રાખી સમગ્ર જામનગર જિલ્લા હોમગાર્ડઝની વહીવટીય ટીમના ગિરિરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ કાંસેલા તથા જિલ્લાના તમામ હોમગાર્ડઝ યુનિટ અધિકારીઓ, વડી કચેરી અમદાવાદ તથા જામનગર પોલીસ ખાતાના સહકારથી ઓગષ્ટ માસનું ફરજ ભથ્થું માત્ર 4 દિવસમાં E Payment જિલ્લાના તમામ હોમગાર્ડઝ જવાનોના ખાતામાં જમા થઈ ગયું છે. તમામ હોમગાર્ડઝની સાતમ-આઠમ સુધરી ગઈ છે અને હોમગાર્ડઝ જવાનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે જેનો તમામ યશ જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીની રાહબરી, વહીવટીય કુશળતા તથા ટીમ વર્કને આભારી છે. દિવાળીના તહેવારોમાં પણ સમયસર જવાનોને પેમેન્ટ કરી દિવાળી સુધરી ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular