Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોના પટાંગણમાં લાખેણી કચરાપેટીઓ ખુદ કચરો બની!

જામ્યુકોના પટાંગણમાં લાખેણી કચરાપેટીઓ ખુદ કચરો બની!

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓના આળશુ વહીવટનો જીવતો જાગતો પુરાવો જામ્યુકોના પટાંગણમાં જ જોવા મળી રહ્યો છે. જેમા લાખોના ખર્ચે વસાવેલી કચરા પેટીઓ શહેરમાં મુકવામાં ન આવતા હાલ ધૂળ ખાઈ રહી છે. કચરાપેટી ખુદ કચરો બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના પાછળના ભાગે કચરા પેટનો કચરો કરવામાં આવી રહ્યો તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની કચર પેટીઓ ખરીદવામાં આવી છે પરંતુ આ શહેરમાં ચોરે અને ચોકે મૂકવાને બદલે જામ્યુંકોના આંગણે જ આડેધડ પડી છે. જામનગરને સ્વચ્છ બનાવવા ઉચ્ચ કક્ષાએથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રયાસો પર સ્થનિક તંત્ર ઠંડુ પાણી રેડી રહ્યું હોય તેવું લોકોને લાગી રહ્યું છે. પ્રજાના રૂપિયાનો આમ આડેધડ વેડફાટ થતો હોવાથી જામનગરમાં આંધડો વણે અને વાછડો ચાવે તેવી સ્થિતિ જન્મી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular