જામનગર શહેરમાં થયેલી ઘરફોડ ચોરીની તપાસ દરમિયાન રીમાન્ડ પર રહેલા ભરૂચના તસ્કરની પૂછપરછ કરતા તેણે ઘરફોડ ચોરી આચર્યાની કેફિયત આપતા પોલીસે રૂા. 1.43 લાખની કિંમતના દાગીના કબ્જે કરી કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસેથી ભરૂચ જિલ્લાના કાસમેડી તથા યુપીના શેરની ગામનો વતની કરણસીંગ રાજકુમારસીંગ ચૌહાણ નામનો તસ્કરને પીઆઇ પી પી ઝા, પીએસઆઈ ઝેડ એમ મલેક, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, રાજેશ વેગડ, હેકો ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે ઝડપી લઇ રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરતા કરણસીંગ ભાંગી પડયો હતો અને ચોરીની કેફિયત આપી હતી તથા ચોરી કરેલું સોનાનું મંગળસુત્ર, પાંચ જોડી કાનમાં પહેરવાની બુંટી તથા કાનમાં પહેરવાની સર સહિત કુલ રૂા.1,43,000 ના દાગીના કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.