જામજોધપુરમાં જૂગાર રમતા સ્થળે પોલીસે દરોડો પાડી છ શખ્સોને રૂા.10170 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલી શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
જામજોધપુરમાં વેલનાથ મંદિરની બાજુમાં ટાઉન બીટ વિસ્તારમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ભરત મગન સોલંકી, અજય રમેશ મકવાણા, ભાવેશ મનસુખ ડાભી, રૂખડ ઉર્ફે પ્રેમ મગન વાઘેલા, બાવનજી ઉર્ફે બાલો સીદી મકવાણા, મનસુખ કાના લોલાડિયા નામના છ શખ્સોને ઝડપી લઇ રૂા.10170 ની રોકડ તથા ગંજીપના કબ્જે કર્યા હતાં. દરોડા દરમિયાન સુનિલ નારણ રાઠોડ નામનો શખ્સ ફરાર થઈ જતાં પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.