ભારતની પાવનભૂમિ પર અવધ ની ભૂમિમાં ભગવાન શ્રી રામચંદ્રજી ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના પ્રસંગે આ ઉત્સવને આ પર્વને ઉજવવા માટે જામનગર મહાનગર ની દુર્ગાવાહિની બહેનો દ્વારા જુદા જુદા મંદિરો માં રંગોળી કરવામાં આવી હતી.
વર્ષોના સંઘર્ષ બાદ જ્યારે પ્રભુ શ્રીરામ અયોધ્યા ખાતે પોતાના મંદિરમાં પુનઃ પધાર્યા છે ત્યારે આ અવસરને દરેક હિન્દુ ભાઈ બહેનો દ્વારા હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની ની બહેનો દ્વારા શહેરના જુદા જુદા મંદિરોમાં સફાઈ અને સુશોભન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જામનગરની દુર્ગાઓ દ્વારા શહેરના ધાર્મિક સ્થાનો અને મંદિરોમાં રંગોળી બનાવાઈ હતી
આ ઉપરાંત રામ મંદિરોમાં લાઈવ , રામ ધુન, ધ્વજારોહણ,સમૂહ આરતી,રંગોળી, દીપોત્સવ જેવા કાર્યક્રમો નો લાભ બહેનોએ લીધો હતો આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા સહિત જિલ્લા ટીમ ના સહયોગ થી દુર્ગાવાહિની જામનગર જિલ્લા સંયોજીકા કૃપાબેન લાલ, સહસંયોજિકા કોમલબેન ધનવાણી તેમજ દુર્ગાવાહીની જામનગર મહાનગર ની તમામ દુર્ગાઓ આ આયોજનમાં સાથે જોડાઈ ઉત્સાહપૂર્વક આ ઉત્સવ અને ઉજવ્યો હતો