Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગર 181 ટીમની જહેમત થી એક પરિવારનો માળો વિખાતો બચ્યો

જામનગર 181 ટીમની જહેમત થી એક પરિવારનો માળો વિખાતો બચ્યો

- Advertisement -

જામનગરમા ૧૮૧ ટીમે એક પરિવારનો માળો વિખાતો બચાવ્યો હતો. સાસુ -પતિના ખરાબ વ્યવહારથી કંટાળેયી યુવતિનુ પરિવાતજનોનુ કાઉન્સેલીંગ કરી એક પતિ પત્ની વચ્ચે સુમેળ કરાવ્યો છે.

- Advertisement -

જામનગરની એક યુવતિએ ૧૮૧ ના કાઉન્સેલર હિમાની વાઘેલા ને  જણાવેલ કે 8 વર્ષથી તેની તેના યુવક મિત્ર સાથે  રિલેશનશિપમાં હતી. ત્યારબાદ લગ્નના 6 મહિના થયા છે. યુવતિએ કોર્ટમાં લગ્ન કરેલ છે. છેલ્લા દોઢ વર્ષથી ક્રેડિટ કાર્ડ ટેલીકોમમાં જોબ કરે છે. યુવતિના લગ્ન બાદ તેમના સાસુ સસરા સાથે રહ્યા પરંતુ નોકરી કરીને મોડા ઘરે આવવાથી તેમના પતિ ખીજાતા અને બન્ને ઝગડો કરતા હતા જેના કારણે તેમના સાસુનું આવાસમાં મકાન છે જેમાં બન્ને જણાને નોખા કરી દીધા હતા.

ત્યાં પણ તેમને તેજ સમસ્યા થઈ રહી હતી  યુવતિના પતિ કલર કામ કરતા હતા તે સાંજે ઘરે વહેલા આવે પરંતુ યુવતિ મોડી ઘરે આવે એટલે ઝઘડો કરતા હતા. પરંતુ  જે દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનમાં ફોન આવ્યો ત્યારે યુવતી ના પતિએ  વધારે ઝઘડો કર્યો જેમાં સામે અપશબ્દ બોલ્યા અને માર-તોડ  અને ઘરવખરી વેરવીખેર કરી દીધી હતી. પતિએ યુવતિને ઘરમાં પુરી અને તાળુ મારીને તેમના મમ્મીને  ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ યુવતિએ 181માં કોલ કરેલ અને જણાવેલ કે મારા પતિએ મને મારી અને ઘરમાં પુરી દીધી છે મને બચાવો.

- Advertisement -

યુવતિના કોલ આવવાથી ઝડપથી 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં પહોંચીને જોયુ ત્યાં યુવતિના પતિ પણ હાજર હતા તેમને તાળુ ખોલ્યુ હતું અને તેમને તાળુ શા કારણે મારીને ગયા હતા તે પુછતા જણાવ્યુ કે મારી મત્ની મને છોડીને જતી ના રહે એટલે હું તાળુ મારીને જતો રહ્યો હતો અને હું મારા મમ્મી પાસે ગયો હતો.

યુવતિને પુછતા જાણવા મળ્યુ કે કાયમ અમારે આ એક જ વાતને લઇને વારે વારે ઝઘડો થાય છે એટલે મારે હવે છુટાછેડા આપવા છે અને મારા પતિ આજ મારા પર હાથ પણ ઉપાડી લીધો હતો અને તેણીએ  કાલનું ખાધુ નથી. આ વખતે સમજાવવા યુવતિનું કાઉન્સીલીંગ કરી અને તેમને વિચારીને આગળ પગલુ ભરવા માટે સમજાવ્યુ હતું છેલ્લે યુવતિ સમજી હતી કે મારી આવી નાની બાબતનું મોટુ સ્વરૂપ નોતુ આપવાનુ અને મારા પતિથી દુર પણ જવુ નથી હવે પછી હું જોબ પર જઇને સમયસર ઘરે આવીશ જો વધારે કામનો લોડ હોય તો અથવા તો વધારે સમય જોબમાં ફાળવો પડે તો હું બીજી જોબ ગોતી લઇશ અને મારી જીંદગી નહિં બગાડુ.

- Advertisement -

યુવતિના પતિનું કહેવુ હતું ભલે તે જોબ કરતી હું માનુ છુ એને કામ હોય પરંતુ કોઇક વાર મોડુ થાય પરંતુ વારંવાર મોડુ નો થાવુ જોઇએ અને જો જોબ નો કરવી હોય બહુ કામ જતુ હોય તો હું કામ કરૂ જ છું અને તેને પણ જોબ કરવી હોય સમય સર આવે જાય તો મારે કોઇ વાંધો નથી. કાઉન્સીલીંગ કરતા કરતા કાઉન્સેલર હિમાનીએ  લો કાઉન્સીલીંગ માટે પી.બી.એસ.સી.માં કેસ સોપવા માટે જણાવેલ પરંતુ યુવતીએ ના પાડી અને મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની પણ ના પાડી હતી.

છેલ્લે બન્ને પક્ષ ખુશ થઇને સમજીને એક સાથે ઘરે ગયા હતા અને સમાધાન કરાવ્યુ હતું. આ કાર્યવાહી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ના સૌરાષ્ટ્ર ના કો ઓંર્ડીનેટર તુષાર બાવરવાના માર્ગદર્શન હેઠળ કાઉન્સેલર હિમાની વાઘેલા , પાયલોટ મહાવિરસિંહ વાઢેર, એલ.આર  વેજીબેન વંશ એ કરી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular