Friday, January 10, 2025
Homeરાજ્યહાલારદેણુ વધી જવાથી ખેડૂત વૃદ્ધની ઝેરી દવા પી આપઘાતથી અરેરાટી

દેણુ વધી જવાથી ખેડૂત વૃદ્ધની ઝેરી દવા પી આપઘાતથી અરેરાટી

દેણુ વધી જતા જમીન અને બોરવેલ વેચી દીધા : ચિંતામાં રહેતાં વૃધ્ધે દવા પી જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

લાલપુર ગામમાં આવેલા સાનિધ્યપાર્કમાં રહેતાં વૃદ્ધે નાંદુરી ગામમાં ખેતીની જમીન અને બોરવેલ લીધો હતો જે ધંધામાં ખોટ જતાં જમીન તથા બોરવેલ વેંચી નાખ્યા બાદ દેણુ વધી જવાથી ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર ગામમાં આવેલા સાનિધ્યપાર્કમાં રહેતાં પરબતભાઈ હમીરભાઈ મારીયા (ઉ.વ.60) નામના વૃદ્ધે નાંદુરી ગામમાં તેની ખેતીની જમીન આવેલી છે તેમજ તેણે બોરવેલની ખરીદી કરી હતી. દરમિયાન ધંધામાં નુકસાની જવાથી ખેતીની જમીન અને બોરવેલ વેંચી દીધા હતાં. ખોટના કારણે દેણુ વધી જવાથી ચિંતામાં રહેતાં વૃદ્ધે ગત તા.12ના મધ્યરાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું તા.16 ના રોજ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર નિતીનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular