રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે સાર્વત્રીક વરસાદ વરસ્યો હતો. ત્યારે રાજકોટ જીલ્લામાં ધોધમાર વરસાદના પરિણામે અનેક ગામડાઓ પાણીથી ગરકાવ થયા હતા. અને ખેતરો પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત થયા હતા. તેવામાં રાજકોટના મોરબી રોડ નજીક આવેલ કાગદળી ગામે નદીમાં પાણીમાં ભેંશો તણાઈને આવી હતી.ગામમાં પાણી ઘુસી જતા ભારે નુકશાનના પરિણામે ટીડીઓ તેમજ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ધોરાજીના મોટીમારડ ગામમાં 9 ઇંચ વરસાદ નોંધાતાં ગામ બેટમાં ફરવાઈ ગયું છે. ગામનાં તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદથી ધોરાજીના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં મુશળધાર 7 ઇંચ વરસાદ ના પરિણામે ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.