Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાને કારણે ગરીબી સામેના જંગને ફટકો

કોરોનાને કારણે ગરીબી સામેના જંગને ફટકો

જો કોરોના ન આવ્યો હોત તો એશિયા પેસેફિક ક્ષેત્રમાં ગરીબી ઘટાડવાનું લક્ષ્યાંક બે વર્ષ પહેલાં જ હાંસલ કરી લેવાયો હોત : એડીબી

- Advertisement -

જો કોરોના મહામારી ન આવી હોત તો એશિયા પેસિફિક ક્ષેત્રમાં ગરીબી ઘટાડવાના લક્ષ્યાંક 2020માં જ હાંસલ કરી લેવામાં આવ્યો હોત તેમ એશિયન ડેવલોપમેન્ટ બેંકના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે ગરીબી દૂર કરવાની લડાઇ ઓછામાં ઓછા બે વર્ષ પાછળ ધકેલાઇ ગઇ છે. એડીબીમાં કુલ 68 સભ્ય છે જેમાં 49 એશિયા પેસિફિક ક્ષેત્રના છે.

- Advertisement -

પોતાના અહેવાલમાં એડીબીએ જણાવ્યું છે કે એશિયા પેસિફિક ક્ષેત્રમાં રહેતા તમામ ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનું કાર્ય અગાઉ કરતા ખૂબ જ મુશ્કેલ રહેશે. બેંકનું માનવું છે કે ચાલુ વર્ષે એશિયા પેસિફિક ક્ષેત્રના દેશોની આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થઇ શકે છે. 1.90 અમેરિકન ડોલરની દૈનિક આવકનો લક્ષ્યાંક કોરોના મહામારી આવી ન હોત તો 2020માં હાંસલ કરી શકાયો હોત. જો કે હજુ સુધી આ લક્ષ્યાંક સિદ્ધ કરી શકાયો નથી. એડીબીએ વધુમાં જણાવ્યું છે કે સામાજિક ગતિશિલતાની વાત કરવામાં આવે તો હાલમાં લાંબા સમય સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોરોનાએ ગરીબી સામેની લડાઇને મુશ્કેલ બનાવી દીધી છે. અર્થતંત્રમાં સુધારો છતાં અસમાન પ્રગતિ યથાવત છે.

કોરોના મહામારીએ ગરીબીના તમામસ્વરૂપોને વધુ વિકૃત બનાવી દીધા છે. ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સેવાઓ તથા શિક્ષણ સુધી પહોંચની લડાઇ વધુ મુશ્કેલ બની ગઇ છે. એડીબીના મુખ્ય અર્થશાષી અલબર્ટ પાર્કના જણાવ્યા અનુસાર ગરીબ અને નબળા લોકોને કોવિડ-19થી સૌથી વધારે નુકસાન થયું છે. હવે વિશ્ર્વના અર્થતંત્રો કોરોના મહામારીની અસરમાથી બહાર આવી રહ્યાં હોવા છતાં લોકોને લાગી રહ્યું છે કે ગરીબીમાંથી બહાર નીકળવું અગાઉ કરતા મુશ્કેલ બની ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular