દ્વારકાના ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા ધીરુ રૂડા સોનગરા નામના 37 વર્ષના દલવાડી યુવાનને બંદર ચેકપોસ્ટ પાસેથી પોલીસે રૂપિયા વીસ હજારની કિંમતનું જી.જે. 10 સી.કે. 6635 નંબરના મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા ગોગન ટપુભાઈ ઓડેદરા નામના 40 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે બસ સ્ટેશન પાસેથી રૂપિયા દસ હજારની કિંમતના જી.જે.37 એ. 5859 નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર નીકળતાં ઝડપી લઈ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 વિગેરે મુજબ ગુનો નોંધ્યો હતો.