ગુજરાત સહીત દેશભરમાં અનેક જગ્યાથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. મોટાભાગે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે ફરી એકવખત મણીપુર માંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.
આસામ રાઈફ્લ્સે મણિપુરનાં મોરહ ગામમાંથી 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ મોરહગામમાં જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું તે ઘર એક મહિલાનું છે અને તેણી મ્યાનમારનું હોવાનું તેમજ ચીનના નાગરિક સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. આસામ રાઈફ્લ્સે તેણીના ઘરમાંથી 54 કિલો બ્રાઉન સુગર, 154 કિલો આઈસમેથ જપ્ત કર્યું છે. જેની અંદાજીત કિંમત 500 કરોડ જણાવવામાં આવી રહી છે.
અંતે ઉલ્લેખનીય છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ડ્રગ્સનો કારોબાર ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ખંભાળિયાના આરાધનાધામ તથા સલાયામાંથી ૬૬ કિલો ઉપરાંતના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. તે પછી રાજ્યની એટીએસની ટીમે મોરબીના ઝીંઝુડા ગામમાંથી સલાયાના શખ્સ સહિત ત્રણને 600 કરોડ ઉપરાંતના120 કિલો ઉપરાંતના ડ્રગ્સ સાથે ઝડપી પડ્યા હતા. બાદમાં જામનગરના બેડી માંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું.