દ્વારકા જીલ્લામાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જામનગર ખંભાળીયા હાઈવે પર આરાધનાધામ નજીકથી ગુજરાત એટીએસએ 60 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ એમડી ડ્રગ્સની કિંમત 350 કરોડ કરતાં પણ વધુ હોવાનું માનવામાં છે. સમુદ્ર રસ્તેથી ફરીથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ખંભાળીયા હાઈવે પર આરાધના ધામ નજીકથી 66 કિલોથી વધુ જથ્થો મળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય બજારમાં 350 કરોડ કરતા વધુ કિંમતના ડ્રગ્સના જથ્થાને દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપી પાડ્યું છે. જેમાં 16 કિલો હેરોઈન છે જયારે 50 કિલો એમડી ડ્રગ્સ હોવાનું તારણ છે. દરિયાઈ માર્ગેથી હાલારમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડ્યંત્ર કરનાર આરોપીની અટકાયત કરી વધુ પુછપરછ કરી તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. બાદમાં આ અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.
તાજેતરમાં જ મુન્દ્રા માંથી પણ 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે વધુ એક વખત દ્વારકા માંથી 350 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયુ છે.