Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતજખૌ નજીક દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું

જખૌ નજીક દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટમાંથી 40 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીઓની કરી ધરપકડ

- Advertisement -

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ પાછળ નાઈજીરિયન ગેંગ જવાબદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે બાતમીના આધારે ડ્રગ્સની તસ્કારી અટકાવવ માટે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત મધદરિયે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર આવી ચુકેલી અને ગુજરાતના જખૌ દરિયાકિનારાથી 33 નોટિકલ માઈલ દૂર રહે લી ‘અલ તયાસા’ નામની પાકિસ્તાની બોટમાંથી 200 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં પાકિસ્તાની બોટ ઉપર હાજર રહે લા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક પંજાબ જેલમાંથી ચાલતું હોવાનો ખુલાસો થયો છે. પંજાબ જેલમાં સજા ભોગવી રહે લા એક નાઈજીરિયન આરોપીએ આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું એજન્સીની તપાસમાં સામે આવ્યું છે. તાજેતરમાં જ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા બાબતે ગુજરાત પોલીસની પીઠ થપથપાવી હતી અને કહ્યું હતું કે, ગુજરાત જ નહીં અનેક રાજયોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular