Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાત‘ઉડતા ગુજરાત’ બે વર્ષમાં 6413 કરોડનો ડ્રગ્સ, દારૂ પકડાયો, બાકીનો વપરાયો

‘ઉડતા ગુજરાત’ બે વર્ષમાં 6413 કરોડનો ડ્રગ્સ, દારૂ પકડાયો, બાકીનો વપરાયો

શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પેડલર્સ અને બુટલેગરોની બોલબાલા

- Advertisement -

વેપારી રાજ્યમાં ગુજરાતીઓની નવી પેઢીને જાણે નશામાં ગળાડૂબ રાખવા ખર્વો રૂપિયાનું અર્થતંત્ર તેજીમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

- Advertisement -

વિતેલા બે વર્ષમાં 33 જિલ્લામાંથી રૂા.197 કરોડ 56 લાખનો ઈંગ્લીશ દારૂ, રૂા.3.99 કરોડનો દેશી દારૂ, રૂા.10.51 કરોડનો બીયર અને રૂા.6201 કરોડ 28 લાખનું ડ્રગ્સ પકડાયાનું સામે આવ્યું છે.

સામાન્ય રીતે આવનારી પેઢીને નશામાં ધુત રાખવા માટે શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ તેમજ મહાનગરોની નાઈટલાઈફમાં બુટલેગર અને પેડલર્સની જ બોલબાલા હોય છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સમાં સંડોવાયેલા 3716 આરોપીઓ હજી પણ પોલીસની પકડ બહાર છે અને ફરાર છે. રાજ્યની સરહદોથી દારૂનો ગેરકાદયેસર જથ્થો ઠાલવવામાં આવે છે. રાજ્યના યુવાનોને નશામાં ધૂત રાખી ને બરબાદ કરવાનું જાણે ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular