Monday, March 24, 2025
Homeરાજ્યજામનગરમંગળસૂત્ર લેવાની ના પાડતા યુવતીનો દવા પી આપઘાત

મંગળસૂત્ર લેવાની ના પાડતા યુવતીનો દવા પી આપઘાત

અલીયા ગામમાં રહેતી પરિણીતાએ ઘરે ઝેરી દવા ગટગટાવી

જામનગર તાલુકાના અલીયા ગામમાં રહેતી યુવતીને સોનાનું મંગળસુત્ર કરાવવું હોય તેમના સસરાએ એકાદ-બે મહિનામાં કરાવી દેશું કહેતા પરિણીતાને મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના અલીયાગામમાં રહેતી નિધીબેન આશિષભાઈ કાસુન્દ્રા (ઉ.વ.21) નામની યુવતીનેને સોનાનું મંગળસુત્ર કરાવવું હતું. આ માટે તેણીએ તેના પતિ તથા સસરાને વાત કરતા તેમના સસરાએ ખેતીની મોસમ પૂરી થયે અને પૈસા આવ્યે એકાદ-બે મહિનામાં મંગળસુત્ર કરાવી દેશું તેમ કહેતા નિધીબેનને મંગળસુત્ર બે-પાંચ દિવસમાં કરાવવું હોય મનમાં લાગી આવતા શનિવારે તેના ઘરે જંતુનાશક દવા પી આપઘાતનો કર્યો હતો. આ અંગેની મૃતકના પતિ આશિષભાઈ દ્વારા જાણ કરાતા પી.એસ.આઈ એમ.આર.સવસેટા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular