અમદાવાદની અદાલતે સાબરમતી જેલના સતાવાળાઓને એક કેદીની ઓળખ વેરિફાઇ કરવાનો આદેશ આપ્યો છે. પવનકુમાર બંસીધર શર્મા નામના આ કેદીનો દાવો એવો છે કે, આ કેસમાં તેની ઓળખ ખોટી રીતે થઇ છે. અત્રે નોંધનીય છે કે, આ કેસ 33 વર્ષ જુનો ડ્રગ કેસ છે. આ કેદીની ઉંમર હાલ 54 વર્ષની છે. જયારે કેસ દાખલ થયો ત્યારે પવનકુમાર બંસીધર બ્રાહ્મણ નામના શખ્સને આરોપી તરીકે દર્શાવી પોલીસે તેની ઓળખ કરેલી. જેના અનુસંધાને આ પવનશર્માએ એવો દાવો કર્યો છે કે, પોતે પવન બ્રાહ્મણ નામનો આરોપી નથી.
1991ની 07 મે એ જેલના રજીસ્ટરમાં આરોપીની ઓળખ માટેના ચિહ્નો જાહેર કરવામાં આવ્યા છે. તે તમામ ચિહ્નો આ પવન શર્મા નામનો શખ્સ ધરાવે છે કે, તે વેરિફાઇ કરવા જેલ સત્તાવાળઓને આદેશ થયો છે. આ માટે તબિબની પણ મદદ લેવામાં આવશે.
પવનશર્મા નામના આ શખ્સને ગત્ 28મી ફેબ્રુઆરીએ ગુજરાત પોલીસ રાજસ્થાનથી ઉપાડી લાવી હતી. પોલીસે અદાલતને એમ કહ્યું કે, અંગુઠાની છાપ પરથી આરોપીની ઓળખ કરી શકાય એમ છે. બીજીબાજુ એમ પણ જાહેર થયું છે કે, ઓરિજીનલ આરોપીએ જે-તે સમયે જેલના રજી.માં સહી કરેલી છે. પોલીસે અદાલતને એમ પણ કહ્યું છે પવનશર્માના એક સંબંધિના નિવેદના આધારે શર્માની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે, પવન બ્રાહ્મણ નામના શખ્સને 1987ની સાલમાં 15 ગ્રામ ચરસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. 1991માં તે જામીન પર છૂટયો. જેલના રજી. મુજબ આ આરોપીની ઉંમર 48 વર્ષ લખવામાં આવી છે. 1991માં જામીન પર છૂટયા પછી આ શખ્સ અદશ્ય થઇ ગયો હતો.
30 વર્ષ જુના આ કેસમાં અદાલતે પવન શર્માની ધરપકડ માટે કરજણ પોલીસને વોરંટ મોકલ્યું હતું. બીજીબાજુ શર્માનો દાવો એવો છે કે, ચાર્જશીટના કાગળોમાં જે આરોપીને દર્શાવવામાં આવ્યો છે. તેની ઉંમર ગણતરી મુજબ આજે 80 વર્ષની હોય. આ દલીલ સાથે અગાઉ શર્માએ જામીન અરજી પણ રજુ કરી હતી. જે અદાલતે ના મંજૂર કરી હતી. હવે અન્ય અદાલતે પોલીસને શર્માની ઓળખ વેરિફાઇ અને પ્રસ્થાપિત કરવા આદેશ આપ્યો છે.