Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆ વર્ષે દેશના કેટલાક ભાગોમાં દુષ્કાળની સંભાવના

આ વર્ષે દેશના કેટલાક ભાગોમાં દુષ્કાળની સંભાવના

- Advertisement -

અલનીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની અને દેશના કેટલાક ભાગોમાં દુષ્કાળની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ઓછો વરસાદ પડવાની શકયતા 40 ટકા જયારે દુષ્કાળની સંભાવના 20 ટકા દર્શાવી છે તેમજ લાંબા ગાળાની સરેરાશના માત્ર 94 ટકા વરસાદ આ વરસે ચોમાસા દરમ્યાન થઇ શકે છે. એકંદરે ચોમાસું નબળું રહેવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. દરમ્યાન ભારતીય હવામાન વિભાગ દ્વારા 15 એપ્રિલે નૈઋત્યના ચોમાસા અંગેની લાંબાગાળાની સંભાવનાઓ રજૂ કરવામાં આવશે. વખતે દેશમાં સરેરાશ ઓછો વરસાદ પડશે તેમ હવામાન અંગે ભવિષ્યવાણી કરનારી પ્રાઇવેટ કંપની સ્કાયમેટ વેધર કંપનીએ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વખતે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ પડશે. એજન્સીના અંદાજ મુજબ આ વખતે ચોમાસુ નબળું રહેવાથી ચાર મહિનામાં સામાન્ય કરતા 868 મિમી ઓછો વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર સામાન્યથી ઓછો વરસાદ પડવાની 40 ટકા શક્યતા છે. જ્યારે 15 ટકા શક્યતા એવી છે કે સામાન્યથી વધારે વરસાદ પડશે.25 ટકા શક્યતા એવી છે કે સામાન્ય વરસાદ થશે. વધારે વરસાદ પડવાની શક્યતા શૂન્ય ટકા છે.

- Advertisement -

પ્રાઇવેટ હવામાન એજન્સીના ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો.જેનું કારણ લા નીના હતું જે હવે સમાપ્ત થઇ રહ્યું છે. બીજી તરફ હવે અલ નીનો વધી રહ્યું છે. અલ નીનો પરત ફરતા ચોમાસુ નબળું પડી શકે છે. આ કારણે દુષ્કાળ પડવાની શક્યતા છે અને ઓછા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા છે.

પ્રશાંત મહાસાગરમાં જ્યારે સમુદ્રની ઉપરની સપાટી ગરમ હોય છે ત્યારે અલ નીનોની અસર જોવા મળે છે. જેની અસર દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર પડે છે. એક અંદાજ મુજબ મે થી જુલાઇની વચ્ચે અલ નીનોની અસર ફરીથી જોવા મળશે. જેના કારણે દુષ્કાળ પડવાની શક્યતા વધી ગઇ છે. જો કે સ્કાયમેટે જણાવ્યું છે કે દુષ્કાળ પડવાની શક્યતા ફક્ત 20 ટકા છે. 1997માં અલ નીનો શક્તિશાળી હોવા છતાં સામાન્ય વરસાદ પડયો હતો. તેમણે જણાવ્યું હતું કે અલ નીનો સિવાય અન્ય પણ કેટલાક કારણોસર ચોમાસુ નબળું રહેવાની શક્યતા છે. ઇન્ડિયન ઓશન ડાઇપોલ પણ ચોમાસાને નબળું પાડી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular