દેવભુમી દ્વારકા જિલ્લામાં બનાવટી લાયસન્સનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ગઇકાલે સલાયામાંગી નકલી ડ્રાઇવીંગ લાયન્સનું કૌભાંડ ઝડપાયા બાદ મીઠાપુર વિસ્તારમાંથી નકલી લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. એસઓજી દ્વારા નવ શખ્સોને ઝડપી લઇ મીઠાપુર પોલીસને સોંપી આપ્યા હતાં.
દેવભુમી દ્વારા જિલ્લાના મીઠાપુરમાંથી એસઓજીએ નવ શખ્સોને બનાવટી ડ્રાઇવીંગ લાયસન્સના કૌભાંડમાં ઝડપી લીધાં છે. જેમાં અલીરજા મહોમ્મદહુસેન ગજન, ઇરફાન અનવર ગજન, ઇમરાન મામદભાઇ પઢિયાર, બીલાલ યાકુબ સીદી, અલીભાઇ આમદભાઇ ભગાડ, ફીરોઝ અયુબ ગાડા, યુસુફ બીલાલ ગજન, ખીમાભાઇ દેવાભાઇ વારસાકિયા, એઝાજ હાસમ સંઘાર સહિતના નવ શખ્સોને ઝડપી લીધા હતાં. એસઓજીએ આ નવ શખ્સોને ઝડપી લઇ મીઠાપુર પોલીસને સોંપી આપ્યા હતાં. મીઠાપુરના પીઆઇ જી.આર.ગઢવીએ નવ શખ્સોનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી હતી. આ શખ્સો સાથે કૌભાંડમાં જીલ્લા કે રાજયમાં કોણ-કોણ સામેલ છે અને કૌભાંડ કયારથી થઇ રહ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.