દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતો યુવાન તેની મોટરસાઈકલ પર જતો હતો ત્યારે રસ્તામાં એકાએક કુતરુ આડુ ઉતરતા બાાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતા વિજયભાઈ માંડણભાઈ કણજારીયા નામના યુવાન તેમના જી.જે. 03 પી.પી. 4043 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના બાઈક અને કૂતરું ઉતરતા મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે વિજયભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના ભાઈ મહેશભાઈ માંડણભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.